History of Rustambag

ભુમિ બડભાગ રૂસ્તમબાગ, આપી પાઘ રૂસ્તમબાગ, દર્શન લાગ રૂસ્તમબાગ, મહિમા અથાગ રૂસ્તમબાગ

ભગવાન શ્રી સ્વામિનારાયણ સં. ૧૮૫૫ માં વનવિચરણ કરતા રૂસ્તમબાગ પધાર્યા હતા.

ચાલ્યા ત્યાં થકી શ્રીહરિ જ્યારે, આવ્યા અશ્વિનીકુમાર આરે, હતુ તાપી માં નીર અત્યંત, તોય તેમાં ચાલ્યા ભગવંત

બીજીવાર પ્રભુ સં. ૧૮૮૧ માં કાર્તિક વદ- ૭ ને શનિવારે રૂસ્તમબાગ નંદસંતો સાથે પધાર્યા.

શ્રીહરિ રૂસ્તમબાગમાં, જઇ ઉતર્યા ઉતમ પેર, ત્યાં થકી દક્ષિણ દિશ વિષે, રહ્યું બે ગાઉ સુરત શહેર

સુરતના હરિભક્તો સિધુ લાવ્યા. શ્રીહરિ સંતો સાથે અહિં થાળ જમ્યા છે.

થઇ ત્યાં તો રસોઇ તૈયાર, જમ્યા શ્રીજીને સંત તે વાર, હતો બંગલો તાપીને તીર, થાળ ત્યાં જમ્યા શ્યામ શરીર

અહિં મહારાજે સંતો ભક્તો સાથે તાપીનદીમાં સ્નાન કરેલ છે.

પછી પોઢ્યા જૈને ઉતારે, શ્રીજી તાપીમાં નાયા સવારે, જળક્રીડા કરી સખા સંગે, પછી વસ્ત્ર રૂડા ધર્યા અંગે

શ્રીહરિ રૂસ્તમબાગમાં આંબલીની ડાળે હિંડોળે ઝુલ્યા છે.

નિષ્કુળાનંદે બાગ મોઝાર, કર્યો હિંડોળો સરસ તૈયાર, તહાં શ્રીજીને સંતે ઝુલાવ્યા, સર્વ હરિજન દર્શને આવ્યા

પ્રભુએ રૂસ્તમબાગમાં સભા કરી સંપ વિષે ઉપદેશ આપ્યો છે.

પછી બેઠા સભા સજી સારી, કહ્યાં શિક્ષાના વચન વિચારી, સુણો સુરતના હરિજન, સંપ રાખજો સૌ અન્યોઅન્ય

આ રૂસ્તમબાગમાં શ્રીહરિએ પારસીભક્ત શ્રીઅરદેશર કોટવાળને પોતાની પાઘ આપી છે.

આપી ભરતને પાદુકા જેમ, મને કાંઇ આપે પ્રભુ તેમ, તો હું નિત્યપુજા તેની કરૂ, નિરખી નિજ અંતરે ધરૂ વાત અંતરજામીયે જાણી, તેથી દિલમાં દયા ઘણી આણી, નિજ મસ્તકથી પાઘ દીધી, પુજવા અરદેશરે લીધી

જેમ રામચંદ્ર ભગવાને આપેલ પાદુકાને ભરતજી ખુબ ભાવથી પુજતા તેમ સ્વામિનારાયણ ભગવાને આપેલ પાઘને અરદેશરજી ખુબ ભાવથી પૂજતા અને આજે પણ તેમના પુત્રવધૂનો પિયર પરિવાર સુરતમાં તે પાઘની પૂજા કરે છે. આમ આ રૂસ્તમબાગને શ્રીહરિએ અનેકવિધ લીલા કરી પાવન કરેલ છે.

Copyright © 2014 Rustamabag.org, Shree Swaminarayan Temple - Rustambag. All Rights Reserved.